જમ્મુ: જમ્મુ (Jammu) ના સાંબા (Samba) સેક્ટરમાં પાકિસ્તાની સરહદ નજીક એક સુરંગ (tunnel) મળી આવ્યા બાદ સુરક્ષાદળો અલર્ટ મોડ પર છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ સુરંગને પાકિસ્તાની સેનાના સંરક્ષણમાં તૈયાર કરવામાં આવી છે અને આતંકીઓને ઘૂસણખોરી કરાવ્યા બાદ તેમના સૈનિકો પાછા ફરી ગયા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું Covid-19 સંક્રમણના કારણે નિધન, 3 દિવસ પહેલા હતો જન્મદિવસ


સાંબાના રાજપુરા વિસ્તારમાં મળી સુરંગ
અત્રે જણાવવાનું કે BSF અને જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુના સાંબા સેક્ટરના રાજપુરા વિસ્તારમાં 150 મીટર લાંબી સુરંગ શોધી કાઢી છે. તેનો એક છેડો ભારત અને બીજો છેડો પાકિસ્તાનમાં ખુલે છે. કહેવાય છે કે 18 નવેમ્બરની રાતે નગરોટા હુમલાના ચારેય જૈશ આતંકીઓએ આ સુરંગ દ્વારા ઘૂસણખોરી કરી હતી. 


નગરોટા એન્કાઉન્ટર બાદ મળ્યા પુરાવા
હકીકતમાં નગરોટા એન્કાઉન્ટર(Nagrota encounter) બાદ પોલીસ અને BSFને આતંકીઓની ઘૂસણખોરી અંગે કેટલાક પુરાવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે ટેક્નિકલ ગેઝેટ્સની મદદથી આ રસ્તો શોધી નાખ્યો. સુરક્ષાદળોએ જણાવ્યું કે આ સુરંગને ડિટેક્ટ કરવામાં તેમને બે દિવસનો સમય લાગ્યો. 


મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન? DyCM બોલ્યા- સમીક્ષા પછી નિર્ણય, CM ઠાકરેએ કહ્યું- 'કોરોનાની લહેર નહીં સુનામી છે'


ઓક્સિજન સિલિન્ડરો લઈને ઘૂસ્યા આતંકીઓ
સૂત્રોના જણાવ્યાં મુજબ લગભગ 150 મીટર લાંબી આ સુરંગ જમીનમાં 25થી 30 ફૂટ ઊંડે હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓ ઓક્સિજન સિલિન્ડર સાથે આ સુરંગમાં ઘૂસ્યા હશે. સુરંગ પાર કર્યા બાદ આતંકીઓએ ત્યારબાદ તેને ઠેકાણે  લગાવી દીધા હશે. સુરક્ષાદળો આ સુંરગની શોધને મોટી સફળતા માની રહ્યા છે. 


પાકિસ્તાનમાં બનેલા સેન્ડબેગ મળી આવ્યા
BSFના આઈજી NS JAMWALએ કહ્યું કે આ ટનલ પાકિસ્તાનથી શરૂ થઈને અહીં પૂરી થઈ છે. આટલી મોટી ટનલ ખોદવામાં ક્યાંકને ક્યાંક પાકિસ્તાની ઓથોરિટીઝનો હાથ છે. સેન્ડબેગની કન્ડિશન જોઈને લાગે છે કે આ ટનલ  હાલમાં જ બનાવવામાં આવી હતી. આ અગાઉ પણ સાંબા સેક્ટરમાં અનેક સુરંગ મળી આવી છે. 


સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ
સુરંગ મળી આવ્યા બાદ વિસ્તારમાં પહોંચેલી સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ હવે સમગ્ર વિસ્તારની ટ્રેસિંગ કરાવવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓને શક છે કે આ વિસ્તારમાં હજુ વધારે સુરંગ હોઈ શકે છે. જેને જોતા અહીં મોટા પાયે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube